રાજુલા તાલુકાના વિકટર ગામે તૈય્ર થઈ રહેલ રો-રો ફેરી પોર્ટ અંગે એડીએમ અને જીપીસીબીના ડી.ડી. પંડયા અને એફ.એમ. મોદિ તથા ઓમ સાંઈ નેવીગેશનનના અધ્યક્ષ સ્થાને જાહેર લોક સુનવણી યોજાઈ.
ઓમ સાંઈ નેવીગેશન દ્વારા તૈયાર થઈ રહેલ પોર્ટ અંતરગત આવતા ર૧ ગામોના પર્યાવરણ સંબંધે તેમજ સ્થાનિક રોજગારીની અમલવારી તેમજ પોર્ટ આવવાથી કોઈપણ જાતનુ લોક સ્વાસ્થ્ય અંગે નુકશાન સહિતના વિવિધ મુદ્દાઓ માટે જીપીસીબીના ઉચ્ચ અધિકારી ઉપસ્થીત રહીને લોક પ્રશ્નો સાંભળ્યા હતાં.
વિકટરના મુસ્લિમ સમાજના આગેવાન એવા દાદુભાઈ ગાહાએ રોષભેર રજુઆત કરતા જણાવ્યું હતું કે શરતો માત્રને માત્ર કાગળ પરજ રહે છે. પાલન થતુ નથી. માત્ર આસવાસનથી જ બધુ ચાલે છે અને શિયાળ બેટના સરપંચ દ્વારા પણ ઉગ્ર રજુઆત કરાઈ કે વિકાસ ભલે થાય તે માટે વેલકમ પણ જો માછી મારો કે નાના માણસો જે માછી મારી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે તેનો જો વિનાશ થશે તો જવાબ કોણ? અને ડ્રેજીંગની માટી પણ યોગ્ય સ્થળે નાખવામાં આવે આ અંગે અનેક લોકો દ્વારા જુદા-જુદા પ્રશ્નો રજુ કરાયા પરંતુ જે ગામમાં સુનવણી હતી તે જ ગામની મહિલાઓને રજુઆત અંગે સમય ન ફાળવાતા લોકો રોષે ભરાયા હતાં અને જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
આ તકે ગુજરાત પ્રદુષણના ઉચ્ચ અધિકારી તથા કલેકટર રાજુલા સુનાવણીમાં હાજર રહ્યા હતાં. ત્યારે ઓમ સાંઈ નેવીગેશન દ્વારા તમામ લોકો માટે સ્વાઈન ફલુના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીએસઆઈ હિંગરોજા, હકુભાઈ ડુંગર સહિતના ૧૦૦ જવાનોએ બંદોબસ્ત ગોઠવેલ.