તોગડિયાને મળવા હાર્દિક અને મોઢવાડિયા પહોંચ્યા

608
guj1712018-8.jpg

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ પોતાના એન્કાઉન્ટરના કાવતરાની શંકા વ્યક્ત કર્યા બાદ આને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. પાટીદાર આંદોલન લીડર હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ મળવા માટે પહોંચ્યા હતા. ભાજપને ભીંસમાં લેવાની તૈયારી કોંગ્રેસે અને વિરોધીઓએ કરી હતી. તોગડિયાની પત્રકાર પરિષદ બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમને મળવા માટે પહોંચ્યો હતો. હાર્દિક થોડાક સમય સુધી રોકાયા બાદ રવાના થયા પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ મળવા માટે પહોંચ્યા હતા. બંનેએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, વૈચારિક મતભેદો હોવા છતાં સુરક્ષાના મુદ્દા ઉપર તેમની સહાનુભૂતિ તોગડિયાની સાથે રહેલી છે. કોંગ્રેસ દ્વારા તોગડિયાને સમર્થન આપવાની બાબત તેમની સોફ્ટ હિન્દુત્વની રાજનીતિનો એક હિસ્સો છે. હાર્દિક પટેલે પોતાના ટિ્‌વટમાં કહ્યું હતું કે, ઝેડ પ્લસની સુરક્ષા હોવા છતાં તોગડિયા લાપત્તા થઇ જાય છે તે આશ્ચર્યની બાબત છે. પોતાના ટિ્‌વટમાં તેમણે કહ્યું હતું કે, મનમોહનસિંહ સરકારમાં જો તોગડિયા લાપત્તા થયા હોત તો ભાજપ સમગ્ર દેશમાં હિંસા ફેલાવી દીધી હોત. ભક્ત લોકો જે કઈ બોલે છે તેમને બોલાવાનો અધિકાર છે. હાર્દિક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તોગડિયા ભાજપ સાથે ખુબ નજીકથી જોડાયેલા છે. તેઓ ભાજપની હરકતોને જાણે છે. રાજસ્થાન પોલીસ પહેલા પણ અનેક બોગસ એન્કાઉન્ટર કરી ચુકી છે. આમા તપાસ થાય તે જરૂરી છે. ભાજપ પોતાના વિરોધીઓને દૂર કરવા માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે.
 

Previous articleપેટ્રોલિયમ પેદાશોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું : રાજ્યપાલ
Next articleમારા એન્કાઉન્ટર માટે કાવતરૂં હતુ : તોગડિયા