આઇઆઇએફએલ ગોલ્ડ લોનએ ૧૦૦૦૦ ગ્રાહકો સાથે ૧૦૮ સ્થળો પર કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું

662
guj18012018-1.jpg

ભારતના સૌથી મોટા ગોલ્ડ લોન પ્રદાતા, આઇઆઇએફએલ ગોલ્ડ લોન ગુજરાતમાં ૧૦૮ સ્થળો પર ૧૦૦૦૦થી વધારે ગ્રાહકો સાથે ઉત્તરાયણના પવિત્ર અવસર પર પતંગોત્સવનું આયોજન કર્યું. તે ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સૌથી મોટો ફેસ્ટિવલ હતો.
આઇઆઇએફએલના આ અભિયાનના વિશે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી,  વિજય રુપાણીએ કહ્યું, “હું ગુજરાતના ૧૦૮ સ્થળોં પર સામાન્ય માણસો સાથે જોડાઇને પતંગોત્સવનું આયોજન કરવા માટે આઇઆઇએફએલ ગોલ્ડ લોનનું અભિનંદન કરવા માંગુ છું. હું નાના સાહસિકોને તેમના બિઝનેસમાં વધારો કરવા અને વધુ ઊંચાઇ પ્રાપ્ત કરવા માટે ધિરાણના ઉકેલો પૂરા પાડવાના તેમના પ્રયત્નોની કદર પણ કરું છું”
આઇઆઇએફએલ ગોલ્ડ લોન ગુજરાતમાં સૌથી મોટા લોન પ્રદાતાઓમાં છે, જેની રાજ્યમાં ૧૧૭ સ્થળોં પર ૧૬૨ શાખા છે. આઇઆઇએફએલ ગોલ્ડ લોન, આઇઆઇએફએલ સમૂહનો ભાગ છે, જે ભારતમાં સૌથી મોટા વિત્તીય સમૂહોમાંથી એક છે અને ૪૦ લાખથી વધારે ગ્રાહકો સુધી પહોંચે છે. આઇઆઇએફએલના આ અભિયાનના વિશે આઇઆઇએફએલ ગોલ્ડ લોનના હેડ  સૌરભ કુમારે જણાવ્યું હતું કે, “અમે ગુજરાત રાજ્યમાં આર્થિક વિકાસ લાવવા માટે ખેડૂતો અને નાના સાહસિકોના યોગદાનનું સન્માન કરીએ છીએ અને ભાગીદાર તરીકે આર્થિક સમૃદ્ધિના તેમના સપનાઓને સાકાર કરવા તેમને ટેકો આપતા રહીશું.”