મહિલાઓ માટે સતત કાર્યરત એવા ઢસાના સંગીતાબેન દવે

822
bvn932018-6.jpg

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના વતની એવા સંગીતાબેન જી. દવે બોટાદ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છેલ્લા ૧૭ વર્ષથી સક્રિય છે તેમજ અલગ અલગ સરકારી સંસ્થાઓ સાથે જોડાઈને લોકોપયોગી કાર્યો કરે છે. જેમાં ૧પ૦ જેટલી એફઅ સડબલ્યુ મહિલા ઓનું જીવન પરિવર્તન કરાવ્યું છે તેમજ પ૦૦૦ મહિલાઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપી ચુક્યા છે. બોટાદ જિલ્લાના ખરા અર્થમાં મધર ટેરેસા બની મહિલાઓની સેવા કરી છે તેમજ મહિલાઓના ભગતસિંહ બની ક્રાંતિકારી વિચારો મહિલાઓમાં રોપી તેમનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ આજે પણ છે. ગત વર્ષે કેન્સર જેવી ભયંકર બિમારીથી લડીને મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
 એવા ઢસાના ઝાંસીની રાણી જેવા સંગીતાબેન દ્વારા આજની મહિલા દિવસની શુભેચ્છા અપાયેલ.

Previous articleરડી લીધુ હૈયાફાટ, અનિડા ગામ હવે ડૂસકા ભરે છે !
Next articleવે.રે.મ.સ. દ્વારા મહિલા દિન ઉજવાયો