વિધાનસભાના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક રહે તેવા એંધાણ

1074
gandhi2012018-4.jpg

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા. ૧૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. બીજા દિવસે  તા. ર૦મીએ નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. પ્રથમ દિવસે સ્પીકરની ચૂંટણી અને રાજયપાલનું પ્રવચન થશે. ધારાસભાન ચૂંટણી પછી અને વિધાનસભા ભવનના નવીની-કરણ પછી પ્રથમ વખત સત્ર મળી રહ્યુ છે. 
કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉપસી છે. પ્રજાકીય વિવિધ પ્રશ્ને સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર થશે. વિપક્ષને પરેશ ધાનાણી જેવુ લડાયક નેતૃત્વ મળ્યુ છે. વર્ષા જૂના પ્રશ્નો અને નવા ઉમેરાતા પ્રશ્નોને લઇને સત્ર સંઘર્ષમય બની રહેશે. ગૃહમાં પહેલા જ દિવસથી ધબધબાટી બોલે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. દરમિયાન કાયદો, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૪ મી વિધાનસભાનું પહેલું સત્ર આગામી તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ નવા જ સાજ સજેલા વિધાનસભા સંકુલમાં મળશે. પ્રથમ સત્ર ર૮ માર્ચ સુધી એટલે કે એકંદરે ર૭ કામકાજના દિવસ દરમ્યાન મળશે. જે દરમ્યાન વિધાન-સભાની ર૮ બેઠકો મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષની ચૂંટણી  હાથ ધરાશે. ત્યારબાદ રાજયપાલ ગૃહને સંબોધન કરશે. તા. ર૦ મી ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી રાજયનું અંદાજપત્ર રજૂ કરશે.   

Previous articleગાંધીનગર જિલ્લામાં નિલગાયોનો ત્રાસ પાકનાં રખોપા માટે ખેડુતોના ઉજાગરા
Next articleપદ્માવત ફિલ્મ રિલીઝ થવી જોઇએ નહિ : રાજપૂત સેના