મીઠાપુર શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

740
guj2012018-2.jpg

જાફરાબાદ તાલુકો જિલ્લાના છેવાડે એકદમ પછાત સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ પણ પછાત બનતા રોકો મીઠાપુર સહિત તાલુકાભરમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
જાફરાબાદ તાલુકો જિલ્લાના છેવાડે એકદમ પછાત તો છે જ સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટના અભાવે તાલુકાભરના વિદ્યાર્થીઓ પણ પછાત બનતા શિક્ષણ વિભાગ રોકે તેવી માંગ છે. મીઠાપુર જેવી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ છે. અને શિક્ષકો માત્ર પ તેમાય ૧ રજા ઉપર જેવી જ આખા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે એક તો જિલ્લાના છેવાડે દરીયાઈ કાંઠા ઉપર આ એકદમ પછાત વિસ્તારના લોકોનો વસવાટ છે. રાજય સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી અભ્યાસ દ્વારા પછાત વર્ગના બાળકો ઉંચાઈ સુધી લઈ જવા વિજયભાઈ રૂપાણી કટીબધ્ધ છે. જેની મહનેત પણ કરે છે.ત ેમ છતા જિલ્લા લેવલથી ગાંધીનગર સુધી શિક્ષણ વિભાગની બેદરકારીથી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે તેમને શિક્ષણ બાબતે પછાત બનતા રોકો તેવી તાલુકાભરના વાલી મંડળની માંગ ગ/ભીરતાથી ઉઠી છે. હાલમાં એક શિક્ષક એક સાથે ત્રણ-ત્રણ કલાસ લઈ રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓની અભ્યાસ બગડી રહ્યો છે. સત્વરે શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી કરવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવાઈ છે. 

Previous articleરાણપુર ખાતે મોબાઈલ શોપમાંથી ૪૦ નંગ મોબાઈલ અને રોકડની ચોરી
Next articleપાલીતાણા તાલુકાની બડેલી પ્રા. શાળાનો પ્રવાસ યોજાયો