આજરોજ તાલુકા હેલ્થ ઓફિસ ઘોઘા તથા પ્રા.આ. કેન્દ્ર મોરચંદ દ્વારા ઘોઘા ગામ ખાતે દિકરી દિવસ સપ્તાહ ઉજવણી નિમિત્તે જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ હતુું. જેમાં ઘોઘા કન્યા શાળા અને ગોધા ઈંગ્લીશ સ્કુલની બહેનો દ્વારા ઘોઘા ખાતે રેલીનું આયોજન કરેલ છે. જેમાં બેટી બચાવો બેટી પઢાવો જેવા સુત્રોચ્ચાર તેમજ બેનર પ્રદર્શન કરેલ સાથે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. જેમાં ટીએચએસ ઘોઘા મેડિકલ ઓફિસ-મોરચંદ, એમપીએચએસ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, આશા બહેનો તેમજ શાળાના શિક્ષક ગણ હાજર રહેલ છે. તસવીર : નીતિન મેર