બરવાળા અંબાજીધામના ર૦માં પાટોત્સવની ભાવસભર ઉજવણી

780
guj29-1-2018-7.jpg

બરવાળા ઘેલાશાના પ્રસિદ્ધ અંબાજી ધામનો ર૦મો પાટોત્સવ ભારે શ્રદ્ધા અને ભાવભેર તા. ર૦,ર૧ અને રર એમ ત્રણ દિવસ સુધી યોજાઈ ગયો. આ પ્રસંગે શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારૂદ્ર સહિતની ધાર્મિકવિધિઓ અને કાર્યક્રમો ભાવભેર યોજાયા હતાં. આ પ્રસંગે વતનપ્રેમી વણિક વૃજલાલ પોપટલાલ બાબરીયા પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સતત ત્રણ દિવસ સુધી માતાજીની ભકિત આરાધના કરી હતી.
ર૦માં પાટોત્સવ પ્રસંગે પેટલાદવાળા મેહુલભાઈ શાસ્ત્રીજીના આચાર્યપદે ત્રિ-દિવસીય શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારૂદ્રનું આયોજન કરાયું હતું. જેમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિવિધ હવનીયા દ્રવ્યોની આહુતિઓ અપાઈ હતી. પાટોત્સવ ઉજવણી સંદર્ભે સંઘ જમણ સહિતના કાર્યો પણ થયા હતાં.