બાળ અધિકાર, જવાબદારી આપણા સૌની અંતર્ગત રાજુલા ખાતે વર્કશોપ યોજાયો

700
GUJ2212018-2.jpg

રાજુલા પ્રાંત કચેરી ખાતે બાળ અધિકાર જવાબદારી આપણા સૌની ગુજરાત બાળરક્ષણ આયોગ દ્વારા વર્કશોપનું આયોજન થયું હતું.
રાજુલા પ્રાંત કચેરી ખાતે બાળ અધિકાર જવાબદારી આપણા સૌની અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ રક્ષણ આયોગ દ્વારા આયોજીત વર્કશોપ છત્તીસગઢના પ્રમુખ અને મેમ્બર શતાબ્દિબેન પાંડે, ચેરમેન છત્તીસગઢ બાળ આયોગ ગુજરાતના પ્રભાબહેન અને આરતીબેન બાળ આયોગ ગુજરાત સભ્ય પ્રોટેક્શન ઓફિસર તેમજ રાજુલા પ્રાંત અધિકારી ડાભી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિશાલભાઈ જોશી, રાજુલા ડો.હિતેશભાઈ હડીયા, સીડબલ્યુસી મેમ્બર અને ગવુજરાત રાજ્ય હોમીયોપેથીક મેડીકલ કાઉન્સીલ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, મામલતદાર રાજુલા કોરડીયા તેમજ ખાંભા તથા બહોળી સંખ્યામાં તાલુકા તથા મામલતદાર ઓફિસના ઓફિસરો કર્મચારીગણ સહિત ઉપસ્થિત રહેલ તેમજ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષસ્થાને છત્તીસગઢના પૂર્વ ચેરમેન શતાબ્દીબેન રહેલ. જેને બાળકોની સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ મહત્વની જાણકારી આપેલ તેમજ ડો.હિતેશભાઈ હડીયાએ બાળકોને તેના જન્મ પહેલાથી લઈ તે બાળક ૧૦ વર્ષનું થાય ત્યાં સુધી તેના માં-બાપે તેમજ જે-તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક બાળક માટે રાખવો જરૂરી છે તેમ જણાવેલ.