શહેરના બી ડીવીઝન પોલીસ મથક સામે આવેલ પાર્થ ફ્લેટના રહિશો દુકાન ધારકો છેલ્લા ૧પ દિવસથી ભાવનગર મહાપાલિકાના ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારીને લઈને ભારે યાતનાઓ વેઠી રહ્યાં છે.
અહીંથી ગટરલાઈન ચોકઅપ થઈ જતા ફ્લેટના બેઝમેન્ટ તથા અન્ય ભાગોમાં ગટરનું દુષિત પાણી બહાર ફરી વળે છે.
આ સમસ્યાના કાયમી ઉકેલને બદલે સત્તાવાળ તંત્રએ હંગામી ધોરણે દુષિત પાણીનો નિકાલ કરવા મશીન મુક્યું છે પરંતુ મશીન બંધ થતાની સાથે ગંદા પાણીનો ભરાવો પુનઃ શરૂ થઈ જાય છે. આ અંગે વેપારી વર્ગ તથા ફ્લેટના રહીશો માટે રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે અને સમસ્યા અંગે જવાબદાર તંત્રને વારંવાર લેખીત-મૌખિક રજૂઆતો કરવા છતા આંધળુ-બહેરૂ તંત્ર કોઈ દાદ આપતું નથી.
જો સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં આવે તો ઉગ્ર લડતનો આરંભ કરીશું તેવી ચિમકી પણ લોકોએ ઉચ્ચારી છે.