ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરાયું

1108
bhav30-1-2018-2.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં ટ્રાફીક જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટાફ તથા ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા ૧ લાખના દંડની સ્થળ પર વસુલાત કરી હતી તેમજ ૮ર વાહનો ડીટેઈન કર્યા હતા.
ભાવનગર જિલ્લા ખાતે રેંજ આઈજી તથા એસપી ભાવનગરના માર્ગદર્શન દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન રવિવારના દિવસે ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટ્રાફિક શાખાનો સ્ટાફ જોડાયો હતો. જેમાં જિલ્લા તથા શહેરમાં મહત્વના પોઇન્ટ તથા ચાર રસ્તા પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું.જેમાં વાહનો ના આરસી બુક કે વીમો સાથે ના હોય એવા ૮૨ વાહનો ડિટેન કરવામાં આવ્યા તેમજ ૭૨૩ વ્યક્તિઓ વિરુદ્ધ સ્થળ દંડ આપવામાં આવેલ. અને રૂ.૯૬૫૦૦/- જેટલો દંડ સ્થળ પર જ વસુલ કરવામાં આવ્યો. તેમજ નશાકારક પ્રવાહી પીધેલાને એમવીએ કલમ ૧૮૫ મુજબ કાયદેસર કાર્યવાહી કુલ ૫ કેસ કરવામાં આવ્યા. તેમજ ભયજનક ડ્રાઇવિંગ માટે કુલ ૫ ઈસમો વિરુદ્ધ  કેસ કરવામાં આવ્યા હતા. મ્યૂઝિકલ હોર્ન તથા નંબર પ્લેટ વગર ના ૨૭ વ્યક્તિ ઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીઆગામી સમય માં આ કાર્યવાહી શરૂ રહેશે તેમ ટ્રાફીક શાખા દ્વારા જાણવા મળ્યું છે.

Previous article માતંગી માતાની પાલખીયાત્રા યોજાઈ
Next article પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર નાના ખોખરાનો શખ્સ ઝડપાયો