બોરળતાવની હાલના સમયે સ્થિતિ ખાળે ડુંચા, દરવાજા મોકળા જેવી

679
bhav31-1-2018-3.jpg

ભાવનગર મહાપાલિકા હસ્તકના બોરતળાવ જળાશયને ટીપટોપ બનાવવા માટે જાબવદાર તંત્ર લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. પરંતુ જળાશયના રખરખાવ તથા સુરક્ષા બાબતોને લઈને તંત્ર ઉણુ ઉતરી રહ્યું હોવાનું બોરતળાવ હિતરક્ષક સમિતિના સભ્યો જણાવી રહ્યા છે. 
શહેરના ઐતિહાસિક વિરાસત બોરતળાવ, વિકટરીયા પાર્ક સહિતની દુર્લભ બેનમુન વિરાસતોને બચાવવા માટે મેદાને પડેલ ભાવેણા હિત રક્ષક સમિતિના હિતેન્દ્રસિંહ ગોહિલ (હિતુભા)ના જણાવ્યા અનુસાર ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા બોરતળાવની જાળવણી તથા વિકાસની જવાબદારી ધરાવે છે છેલ્લા કેટલાક સમયથી આંધળા વિકાસના ઓઠા હેઠળ આ સરોવરની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં તળાવના કાંઠે આવેલ થાપનાથ મહાદેવ પાસે પિકનીક પોઈન્ટ બનાવી બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાળાઓ પણ રીનોવેટ કરવામાં આવ્યા હતાં. લોકો માટે ફરવાનું એક આદર્શ સ્થળ સાબીત થાય તેવી ગોઠવણ તંત્ર દ્વારા કરાઈ છે. 
હાલના સમયે બીડની ખોડીયાર પાસેના ખુલ્લા ફાટકમાં કોઈ વાહનો પ્રવેશ ન કરી શકે તે અર્થે દરવાજાઓ ફીટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સુંદરવાસ બંગલા પાછળ મોટી માત્રામાં ગીચ ઝાડીઓ આવેલી છે તથા સિદસર રોડ ચિત્રા રોડ પાસેની બોરતળાવની જમીનમાં તળાવને નુકશાન થાય તે રીતે ર૪ કલાક બે રોકટોક રીતે માટી ખોદી તેનું વહન કરવામાં આવે છે. 
ગીચ ઝાડીઓ અસામાજીક તત્વોનો અડ્ડો બની ચુકયું છે અહીં અનેક પ્રકારના ગોરખ ધંધાઓ ર૪ કલાક ચાલે છે. પોલીસ કે જવાબદાર અધિકારી અહીં કયારેય ફરકતા પણ નથી તો બીજી તરફ આડેધડ ખોદકામના પગલે તળાવની નૈસર્ગીક સુંદરતા અને પાણી સંગ્રહની બાબતે પણ માઠી અસરો થઈ રહી છે. ગૌરીશંકર સરોવરમાં માછીમાર કરવા તથા પક્ષીઓના શિકાર પર કડક પ્રતિબંધ  ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ હોવા છતાં પાણી કાઠામાં શિકારીઓ દ્વારા માછલીઓ તથા પક્ષીઓનો બે રોકટોક પણે શિકાર કરવામાં આવે છે. આમ છતા આજદિન સુધી આ મુદ્દે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી આમ મુળ મુદ્દા પર ધ્યાન દેવાના બદલે તંત્ર પ્રજાના પૈસાનો બેફામ દુર ઉપયોગ કરી રહ્યું છે તે કઈ હદે ઉચીત ગણી શકાય..?

Previous article ચાવડીગેટ પાસેથી દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
Next article ગૌચર જમીનમાં દબાણ કરી પ્રદુષણ ફેલાવતા સ્ટોન ક્રશર બંધ કરાવવા માંગ