ચાવડીગેટ પાસેથી દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

856
bhav31-1-2018-1.jpg

શહેરના ચાવડીગેટ વિજય ટોકીઝ પાસેથી દેશી દારૂનો જથ્થો સ્કુટર પર લઈ પસાર થઈ રહેલા બે ઈસમોને નિલમબાગ પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી લીધા હતા.
નિલમબાગ પો.સ્ટે.ના ડી સ્ટાફના પો.કોન્સ. હારીતસિંહ ચૌહાણને મળેલ બાતમી હકીકત આધારે ગઈકાલ તા.ર૯-૧ના રોજ રાત્રિના વિજય ટોકીઝના ચોકમાં મો.સા. નંબર જીજે૪સીએચ ૮૩૪૧માં આરોપી રાકેશભાઈ જેન્તીભાઈ ચુડાસમા ઉ.વ.ર૦ રહે.ચાવડીગેટ દે.પૂ.વાસ તથા ચિરાગભાઈ રમેશભાઈ ચૌહાણ કોળી ઉ.વ.૧૯ રહે.ચાવડીગેટ દે.પૂ.વાસવાળાના કબ્જામાંથી મો.સા.ના આગળના ભાગેથી એક રેકઝીનના મોટા થેલામાંથી દેશી દારૂ કુલ લી-૧૦૦ તથા મો.સા.ની કિ.રૂા.૩૦૦૦૦ સાથે મળી કુલ રૂા.૩ર૦૦૦નો મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતા પકડાયેલ હોય અને મજકુર બન્ને ઈસમોને ધોરણસર અટક કરેલ અને આરોપીઓની પૂછપરછ કરતા આ દેશી દારૂનો જથ્થો આરોપી મુનીબેન અશ્વીનભાઈ રાઠોડ રહે.આડોડીયાવાસ ભાવનગરવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ. ત્રણેય વિરૂધ્ધ નિલમબાગ પો.સ્ટે.માં પ્રોહી.ક. ૬પઈ, ૯૮ (ર) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ આસી. સબ ઈન્સ. વાય.બી. ગોહિલ ચલાવી રહ્યાં છે. આ સમગ્ર કામગીરીમાં નિલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે. રાણા તથા આસી. સબ.ઈન્સ. વાય.બી. ગોહિલ, પો.કોન્સ. હારીતસિંહ ચૌહાણ પો.કોન્સ. જીગ્નેશભાઈ મારૂ, પો.કોન્સ. જયેન્દ્રસિંહ રાયજાદા, પો.કોન્સ. મુકેશભાઈ મહેતા જોડાયેલ હતા.