GIDCમાંથી પકડાયેલા રૂા.૬.૫૦ લાખનાં દારૂ કેસમાં વોન્ટેડ ઝડપાયો

873
gandhi322018-4.jpg

ગાંધીનગર સેકટર ૨૮ જીઆઇડીસીમાં આવેલી બંધ ફેક્ટરીમાં ગત તા ૨૧મી જાન્યુઆરીનાં રોજ એલસીબી ટીમે દરોડો પાડીને રૂ. ૬.૫૦ લાખની કિંમતનો ૧૭૫૩ બોટલ દારૂ ઝડપી પાડ્‌યો હતો. 
દારૂનાં કટીંગ વખતે એલસીબીએ પાડેલા આ દરોડામાં ૩ શખ્સો તથા વાહનો પણ પકડાયા હતા. જયારે સલીમ અનવર સિપાહી નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. એલસીબીએ આ દિશામાં તપાસ શરૂ કરી હતી.દરમિયાન પીએસઆઇ શિંદેની ટીમનાં અ.પો.કો. ભૌમિકકુમારને આરોપી સલીમ અંગે બાતમી મળતા વોચ ગોઠવીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Previous articleદાંડી કુટીર આજથી ૧૦ દિવસ જાહેર જનતા માટે બંધ રહેશે
Next articleશંકરસિંહ વાઘેલાની ભાજપમાં ઘરવાપશીની અટકળો-ચર્ચા તેજ