પ્રજ્ઞાચક્ષુઓની આંગળીના ટેરવે ઉજાસ

739
bhav6-2-2018-1.jpg

ભાવનગરના આપણા પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી મહારાજના નામ સાથે જોડાયેલ અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો, વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સ્વમાનભેર સ્વનિર્ભર રહે તેવો ઉમદા સેવાયજ્ઞ થઈ રહ્યો છે.
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગરમાં માત્ર પાઠ્યક્રમનું શિક્ષણ આપવામાં આવે તેમ નથી. આ સંસ્થા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, તાંત્રિકી શાળા, વિજાણું પ્રણાલી, શિક્ષણ, પ્રજ્ઞાચક્ષુ શિક્ષક માટેનો અભ્યાસક્રમ સંગીત કલા કેન્દ્ર, સારવાર કેન્દ્ર, બ્રેઈલ લીપી, તાલીમ વગેરે શિક્ષણ કેળવણીનું કામ થઈ રહ્યું છે. આ સંસ્થામાં પ વર્ષથી વધુ ઉમરના કે જેઓ પોતાની દિનચર્યા જાતે કરી શકતા હોય તેઓને છાત્રાલય તથા શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી રહ્યાં છે. અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કૌવુત અને કૌશલ્ય અદ્દભૂત જોવા મળે છે. પ્રજ્ઞાચક્ષુઓની આંગળીના ટેરવે ઉજાસ… એવું લાગે છે !
સંસ્થાના વિવિધ પ્રદર્શનો ઉપરાંત નવરાત્રિ મહોત્સવમાં ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નૃત્યો, નાટકો અને અભિનય, ખેલમહાકુંભ, યોગ દિવસ વગેરેમાં આ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્તમ દેખાવ કરી શકે છે. આ સંસ્થાના વડા લાભુભાઈ સોનાણી સતત જાગૃત રહી સરકાર તથા સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સાથે સંપર્કમાં રહી આ સંસ્થાના વિદ્યાર્થીઓ વિકલાંગ નહીં પણ ખરા દિવ્યાંગ બની રહ્યાં છે.
ભાવનગરના ગૌરવરૂપ આ સંસ્થાના વિકાસ માટે શશીભાઈ વાધર, અનંતભાઈ શાહ, માવજીભાઈ કોશિયા સાથે મહેશભાઈ પાઠક, હર્ષકાંત રાખશિયા, ધીરૂભાઈ ધંધુકિયા, પંકજભાઈ ત્રિવેદી વગેરે અને શિક્ષકગણ સતત પ્રયત્નશીલ રહ્યાં છે.