ગાંધીનગર સ્થિત મધુર ડેરીએ તેના ૪૮ માં સ્થાપના દિનની ઉજવણી સંકલ્પ દિન તરીકે ઉજવવા આજે આંબેડકર હોલ, સેકટર – ૧૧ ખાતે ખાસ સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં દરેક દૂધ મંડળીઓના આગેવાનો, ડેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ગુજરાત રાજયના પશુપાલન નિયામક ડૉ. કાછીઆ પટેલ, અધિક નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકરે પશુપાલકોને સંબોધ્યા હતા અને સરકારની પશુપાલન વિષેની યોજનાઓ અને આદર્શ પશુપાલન બાબતે માહિતી આપી હતી.
મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ મધુર ડેરના તમામ સભાસદોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે મધુર ડેરી ગુણવત્તાયુકત ગાંધીનગરના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. પશુપાલકો, સરકાર અને ગ્રાહકને જોડતી આ સહકારી સંસ્થા પશુપાલકોને દુધના સારા ભાવ મળે તથા ગ્રાહકોને ગુણવત્તાવાળુ દુધ અને દુધની બનાવટો મળી રહે તે માટે સતત સેવા પુરી પાડી રહી છે.
આગામી વર્ષોમાં સરકારના ડીઝીટલ ઈન્ડીયા, વાઈબ્રન્ટ ગુજરાત તેમજ સ્વચ્છતા મિશનના ભાગરૂપે મધૂર ડેરી પણ ગુણવત્તાને અગ્રીમતા આપી વધુ ને વધુ પશુપાલકોને જોડી તેમની આવક વધારવા તેમજ દૂધાળા પશુઓની સારવાર અને સ્વાસ્થ્યમાં સુધારો કરી ડેરી વ્યવસાયને વધુ મજબૂત કરવા મધુર ડેરી અડિખમ સંકલ્પ સાથે પ્રયત્નશીલ રહેશે તે સંકલ્પની પણ રજુઆત કરી હતી.



















