ગારિયાધાર પંથકમાં સાવજોના આંટાફેરા ડમરાળા ગામે ૪ ગાયોનું મારણ કર્યુ

832
bvn822018-5.jpg

ઘણા દિવસોથી ગારિયાધાર પંથકની સીમોમાં અવાર-નવાર સાવજોના હાકલા-પડકારા તેમજ દર્શન લોકોને થઈ જતા રહ્યા છે. વળી શેત્રુંજી કાંઠાના ગામોમાં તો જાણે સિંહો સુરક્ષીત વસવાટમાં હોય તેમ મુકતપણે વિહરતા હોય છે. અને શિકાર કરતા હોય છે.
જયારે ગત રાત્રીના ગારિયાધાર પંથકના ડમરાળા ગામે મોડી રાત્રીના ડમરાળા ગામમાં રહેતા પશુપાલનના વ્યવસાયી હમીરભાઈ નકુમભાઈ મકવાણાના ઘરના વાડામાં માલિકીના પશુઓ પર ત્રણ જેટલા સિંહોએ હુમલો કરીને ૪ ગાયોનું મારણ કર્યાનું સરપંચ ડમરાળા દ્વારા જાણવા મળેલ. વળી ઘટનાની જાણ થતા વન વિભાગ ગારિયાધાર તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઈને ઘટનાનું પંચરોજ કામ કરવાની કામગીરી કરેલ, જો કે સાવજોના આ હુમલાની વાતો વાયુવેગે પ્રસરી જતા આ વિસ્તારના પશુપાલકો તેમજ ખેતી વ્યવસાય કરતા લોકોમાં ફફડાટ સાથો-સથ કુતુહલ પણ સર્જાયેલ.