અમદાવાદથી ચોરી કરાયેલ રીક્ષા સાથે બે શખ્સ ઝડપાયા

995
bvn1352017-6.jpg

શહેરના કુંભારવાડા વિસ્તારમાં બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બે શખ્સો નંબરપ્લેટ વગરની પીયાગો રીક્ષા લઈ પસાર થતા તેને અટકાવી પુછપરછ કરતાં તેઓ અમદાવાદથી ચોરી કરી લાવ્યા હોવાની કબુલાત આપી હતી. પોલીસે બન્ને ઈસમોને પીયાગો રીક્ષા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જી.આર. રબારી તથા પોલીસ સ્ટાફના માણસોએ તા.૧ર-પના રોજ કુંભારવાડા સર્કલમાં વાહન ચોર અંગે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક પીયાગો રીક્ષા નંબર વગરની નિકળતા જેના ઉપર શંકા જતા તુરત જ રોકી ચલાવનાર ઈસમનું નામ પુછતા આરીફભાઈ આબીદભાઈ બેલીમ સિપાઈ ઉ.વ.૩૭ રહે. કુંભારવાડા, નારી રોડ, ગુ.હા. બોર્ડ નિશાળની સામેના ખાંચામાં હજુબેનના મકાનમાં હોવાનું જણાવેલ અને તેની સાથે રીક્ષામાં બેસેલ માણસનું નામ પુછતા એઝાઝભાઈ ઉર્ફે કાળુ કાદરભાઈ શેખ જાતે સિપાઈ ઉ.વ.૩૯ રહે.કુંભારવાડા, માઢીયા રોડ, મફતનગર, મહંમદી મસ્જીદ પાસે હોવાનું જણાવેલ છે. બન્ને ઈસમોને આ રીક્ષા બાબતે પુછપરછ કરતા કાગળો માંગતા નહીં હોવાનું જણાવેલ જેથી વધુ પુછપરછ કરતા જેઓએ ગઈ તા.૧-પના રોજ ફતેવાડી અમદાવાદ શહેરમાંથી ચોરી કરી લાવેલાનું જણાવેલ જે રીક્ષાની કિ.રૂા.૧,૦૦,૦૦૦ ગણી સીઆરપીસી ક-૪૧(૧)(ડી) મુજબ કાગળો કરી ૧૦ર મુજબ કબ્જે કરેલ છે જેનો ઓરીજનલ રજી નં.જી.જે.૧. સી.ઝેડ. ર૭૩ર છે. જેઓને ધોરણસર અટક કરી અમદાવાદ જાણ કરવા તજવીજ કરેલ. આ કામગીરીમાં એએસઆઈ વાય.એસ. ગોહિલ તથા હેડ કોન્સ ડી.સી. સાંકળીયા, પો.કોન્સ. દશરથસિંહ ગોહિલ, અબ્દુલસમદ શેખ, લગ્ધીરસિંહ ગોહિલ, પી.ડી. ગોહિલ તથા પો.સબ. ઈન્સ. પી.એ. જાડેજા સાથે હતા.

Previous articleમોતીબાગ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા છાશ વિતરણ
Next articleપાલીતાણા ભાજપની કારોબારી મળી