એમ.કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન બીકોમ તથા બીબીએ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા.૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ આવિષ્કાર ૨૦૧૮ અંતર્ગત સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, સરદારનગર ખાતે મેનેજમેન્ટ તથા કોમર્સને લગતી વિવિધ સ્પર્ધાઓનું જેવી કે લાઈવ ક્વિઝ, મેડએડ, ઈન્ટરવ્યુ, પેપર પ્રેઝન્ટેશન, તત્વિચાર, મેનેજમેન્ટ ફંડા ફોમ મુવિઝ, મિમિક્રી અને ડીબેટનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત સ્પર્ધામાં વિવિધ કોલેજનાં અંદાજીત ૬૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે.



















