વહેલી સવારે અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ પાસે ક્લાસીસમાં આગ ભભૂકી

489

અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ સામે આવેલા જે.કે.શાહ ક્લાસીસમાં આજે સવારે ૬.૩૦ વાગે આગ લાગી હતી. બિલ્ડીંગ ચારેય બાજુ કાચથી મઢેલુ હોવાથી ધૂમાડો ગોટાયો હતો, બીજીતરફ જવા આવવા દાદરો સિંગલ હોવાથી આગ બુઝાવવામાં ભારે પરેશાની થઇ હતી, ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડિંગના કાચ તોડીને આગ બુઝાવી હતી.

જો કે ક્લાસીસ શરૃ થવા અડધા કલાક પહેલા આગ લાગી હોવાથી જાનહાની ટળી હતી. નવરંગપુરા સ્ટેડિયમ સામે આવેલા જે.કે. ઇન્સ્ટીટયુટમાં આજે સવારે ૬.૩૦ કલાકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ચાર માળના બિલ્ડીગમાં આગની શરૃઆત ગ્રાઉન્ડ ફ્‌લોર ત્યારબાદ પ્રથમ માળેથી થઇ હતી.

ફાયર બ્રિગેડની ટીમે કાચ તોડીને અંદર પ્રવેશ કરવો પડયો હતો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના એડી. ચીફ ફાયર ઓફિસર રાજેસ ભટ્ટના જણાવ્યા મુજબ ચાર માળના બિલ્ડીંગમાં ઉપર જવા આવવાનો દાદરો એક જ હતો જેના કારણે આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

Previous articleપાટણ યુનિવર્સિટીના સ્પોટ્‌ર્સ સંકુલનો સ્લેબ તૂટ્યો, ૪ મજૂર ઘાયલ
Next articleટડાવ પાસે કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યું