બોરડા ગામની વાડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝબ્બે

901
bvn1592017-8.jpg

દાઠા તાબેના બોરડા ગામની સીમમાં આવેલ વાડીમાં દાઠા પોલીસ સ્ટાફે ગત રાત્રિના બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો.
દાઠા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઈ સી.વી. ગોસાઈ તથા સ્ટાફના હેડ કો.જી.બી. મકવાણા, પો.કો.રણજીતભાઈ ચુડાસમા હેડ કો. પટેલભાઈ, પો.કો. અનિલભાઈ તેમજ અન્ય સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા તે સમયે મળેલ ચોક્કસ માહિતી મુજબ બોરડા ગામની સીમમાં રહેતા પરેશભાઈ નાગજીભાઈ ભાલીયાના કબ્જાની વાડીમાંથી પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ પેટી નંગ-૩ બોટલ નંગ-૩૬ મળી કુલ કિંમત રૂા.૧૦,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે નાજાભાઈ આહિર રહે. પાદરી (ભમ્મર)વાળો અંધારાનો લાભ લઈ નાસી ગયેલ તેને પકડવા તજવીજ કરવામાં આવેલ છે.