સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશનનો નેશનલ વર્કશોપ યોજાયો

744
gandhi1722018-3.jpg

મુખ્યમંત્રીએ સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન વિષયક નેશનલ વર્કશોપનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. રાજયમાં ઝૂંપડપટ્ટી પૂર્નવસન તહેત ઇન-સી-ટુ રિહેબીલીટેશનના ૪પ હજાર સુવિધાયુકત આવાસ લક્ષ્યાંક સામે ૧પ હજાર પૂર્ણ થઇ ગયા છે. નવા રપ હજાર આવાસોનું આયોજન પણ રાજ્ય સરકારે કર્યુ છે.  આ એક દિવસીય વર્કશોપમાં દેશના ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરી વિકાસ સચિવો, વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. 
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ર૦રર સુધીમાં દેશના હરેક નાગરિકને છત મળે, આવાસ મળે તે માટેના પ્રધાનમંત્રીના સંકલ્પમાં સ્લમ એન્વાયરમેન્ટ ચેન્જ કરી ઝૂગ્ગી-ઝોંપડી હટાવીને ત્યાં જ સુવિધાસભર આવાસ નિર્માણ માટે ગુજરાતમાં પહેલરૂપ આયામો અપનાવ્યા છે. માનવીની ત્રણ મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડા અને મકાન છે. વિકાસનો મુખ્ય આધાર આ ત્રણ બાબતો છે ત્યારે બહેતરીન આવાસ સુવિધા માનવીને મળે તો લાઇફ સ્ટાઇલ જીવન ધોરણ પણ અપગ્રેડ થાય. ગુજરાતમાં આ જ બાબત કેન્દ્રસ્થાને રાખીને રાજ્ય સરકારે ઈઉજી, સ્લમ રિહેબીલીટેશન, ન્ૈંય્, વગેરેમાં આવશ્યક વસ્તુઓ, સુવિધાઓ, પબ્લીક એમીનીટીઝ આપ્યા છે. 
વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ઁસ્છરૂ વિકાસનો બેઇઝ છે. સૌને આવાસ છત્ર મળે વિકાસના અવસર મળે તેવો પ્રધાનમંત્રીનો સંવેદનાસ્પર્શી હાર્દ આ યોજનામાં સમાયેલો છે. શહેરી ક્ષેત્રોમાં શ્રમજીવી વસાહતો ઝૂગ્ગી-ઝોંપડીના  ઇન-સી-ટુ રિહેબીલીટેશન માટે આવાસ લાભાર્થી-આમજનતાની સહમતિથી કોન્ટ્રોવર્સી વિના આ પ્રોજેકટ પૂર્ણ કરીને દેશભરમાં ર૦રર સુધીમાં સૌને આવાસ મળે તે માટે આ વર્કશોપના વિચાર મંથનમાંથી નવી દિશા મળશે.
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ સચિવ દુર્ગાશંકર મિશ્રાએ પ્રધાનમંત્રીની ર૦રર સુધીમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવાની સંકલ્પનામાં ભારત સરકાર દ્વારા એફોડેબલ હાઉસીંગ, ક્રેડીટલીંન્ક સબસિડી, ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન વગેરે ક્ષેત્રોમાં રાજ્યોને મદદ અને અપાયેલા લક્ષ્યાંકની છણાવટ કરી હતી. દેશના શહેરી ક્ષેત્રોમાં ૧.૮૭ કરોડ ઈઉજી, ન્ૈંય્ વગેરેની જે શોર્ટજ હતી તે ઁસ્છરૂથી પૂર્ણ થવાનું આયોજનબધ્ધ પ્લાનીંગ થયું છે. ગુજરાતે ઁસ્છરૂના બહુધા ઘટકોમાં અગ્રીમ પ્રગતિ કરી છે તેની તેમણે સરાહના કરી હતી. 

Previous articleગાંધીનગરમાં ફરી એકવાર દબાણ-ઝુપડપટ્ટી હટાવવાની ઝુંબેશ શરૂ
Next articleઆયુર્વેદ – હોમિયોપેથીનો મેગા નિદાન કેમ્પ યોજાયો