વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

956
bvn1722018-4.jpg

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હામાં ફરાર શખ્સને એસઓજી ટીમે નિર્મલનગર પાસેથી  ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. 
ભાવનગર જિલ્લામાં તથા બહારના જિલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુબેશ હાથ ધરેલ તે અનુસંઘાને એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈનસ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસઓજી સ્ટાફ અતુલભાઈ કનુભાઈને મળેલ હકિકત આધારે અમદાવાદ શહેર રાણીપ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હરેશભાઈ જાદવભાઈ નાવડીયા પટેલ (ઉ.વ.૩૪ રહે. પ્લોટ નં. ૯૪, રૂપીરાજનગર, દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે ભાવનગર વાળાને નિર્મળનગર માધવરત્ન બીલ્ડીંગ પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કર નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. 
આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્ઝ પોલીસ ઈનસ્પેકટર એઅસાઈ ગીરજાંકર જાની, અતુલભાઈ ચુડાસમા, નિતીનભાઈ, રાજદિપસિંહ ગોહિલ જોડાયા હતાં.

Previous articleટી.બી. જૈન સ્કુલનો વાર્ષિકોત્સવ
Next articleગોડીજી દેરાસરની આજે ૧૮૭મી સાલગીરીની કરાશે ભવ્ય ઉજવણી