ગોડીજી દેરાસરની આજે ૧૮૭મી સાલગીરીની કરાશે ભવ્ય ઉજવણી

742
bvn1722018-8.jpg

પ.પૂ. આચાર્ય ગચ્છનાયક હેમચંદ્ર મહારાજના શિષ્ય રત્ન પ.પૂ. ગુણશીલ વિજયજી મહારાજ આદિની નિશ્રામાં શહેરના વોરાબજાર ખાતે આવેલ ગોડીજી પાશ્વનાથ જીનાલયની ૧૮૭મી વર્ષગાંઠની ઉજવણી ફાગણ સુદ બીજ તા. ૧૭-ર-૧૮ના રોજ ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવશે. 
આ પ્રસંગે સવારના ૬-૩૦ કલાકે સ્નાત્ર, ૭-૦૦ કલાકે પ્રભુને અભિષેક, ૭-૩૦ કલાકે પ્રભુની પુજા, ૮-૩૦ કલાકે સતરભેદી પુજા, સવારના ૯-૧૮ કલાકે શિખરે ધજા આરોહણ, બપોરના ૧૧-૩૦ થી ર-૦૦ સોસાયટી સંઘ સ્વામીવાત્સલ્ય, સાંજે ૭-૩૦ કલાકે મહાઆરતી, રાત્રે ૮-૦૦ કલાકે અપુર્વ કામદારની સંધ્યાભકિત સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. 
આ પ્રસંગે સમગ્ર જીનાલયને આકર્ષીત રિતે શુશોભિત કરવામાં આવેલ છે. વિવિધ ફોલોટસ તથા જિનાલયના દરેક પ્રતિમાજીને કરેલ ભવ્ય આંગીના દર્શન કરવા જણાવાયું છે. આ પ્રસંગે સમગ્ર ભાવનગરના જૈનો માટે થાળી ડેકોરેશન સ્પર્ધાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા આદિગોડી ગામ વિભાગના યુવાનો તથા ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.