હિરાભાઈ સોલંકી દ્વારા આજે રાજુલા ખાતે ર૩મો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાશે

1381
guj1822018-3.jpg

રાજુલા ખાતે હીરાભાઈ સોલંકી આયોજીત ર૩મો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત તા. ૧૮-રને રવિવારે માર્કેટીંગ યાર્ડ ખાતે ઉજવાશે. જેમાં ર૪ દિકરીઓને કરીાયવર સહિત કન્યાદાન દેવાશે. 
રાજુલા ખાતે હિરાભાઈ સોલંકી આયોજીત ૬૦ વર્ષથી તેમના પિતા ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી દ્વારા શરૂ કરાયેલ ગરીબ દિકરીઓના પિતા બની કરીયાવર સાથે સમુહલગ્નોમાં કન્યાદાન પરંપરાને જાળવી રાખવા ઓધવજીભાઈ સોલંકી અને તેમના માતાશ્રી મીરાબહેનના આર્શીવાદથી માર્કેટીંગ યાર્ડ રાજુલા ખાતે ર૩મો સમુહલગ્ન તા. ૧૮ના રોજ ર૪ દિકરીઓના કરીયાવર સાથે કન્યાદાન અપાશે તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેકટર તથા કર્મચારી સ્ટાફ સમુહલગ્નમાં જોડાનાર નવ દંપતિઓ તથા તેમનો સમગ્ર કુટુંબી પરિવાર આ સમારોહમાં સહયોગ આપનાર તમામ નાના મોટા દાતાઓ અને દરેક જ્ઞાતિના આગેવાન આ સમારંભને સફળ બનાવવા દરેક જ્ઞાતિના યુવાનો ભાઈ બહેનો અને સમસ્ત કોળી સમાજ અને કોળી સેનાના આગેવાનો રાત દિવસ જોયા વિના જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ ભવ્ય સમારંભના અધ્યક્ષ મત્સ્યઉદ્યોગ વિભાગ રાજય સરકાર મંત્રી પરસોત્તમભાઈ સોલંકી રહેશે તેમજ ર૪ નવદંપતિઓને આર્શીવાદ આપવા કેસરીનંદન મંદિરના મહંત સનાતન દાસ બાપુ, અમર આશ્રમ ડેડાણ મહંત દેવેન્દ્‌ય્ર દાસ બાપુ, બગદાણાના ટ્રસ્ટી મનજીભાઈ તેમજ રાજકીય ક્ષેત્રે રાષ્ટ્રીય નાસ્કોલ નવી દિલ્હી ચેરમેન દિલીપભાઈ સંઘાણી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, સાંસદ નારણભાઈ કાછડીયા, રેખાબહેન કમલેશભાઈ જીલ્લા પંચાયત (ચાંચ) અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા રમણારાવ, શુકલભાઈ બલદાણીયા, જીગ્નેશભાઈ પટેલ ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, મનુભાઈ કસવાળા તાલુકા સંઘ પ્રમુખ, આર.કે. મકવાણા ઉદ્યોગપતિ સુરત અને કોળી સમાજ ગુ. રાજય પ્રમુખ કાળુભાઈ ડાભી ઉપસ્થિત રહેશે. 

Previous articleભજનીક લક્ષ્મણ બારોટનું બારોટ સમાજ દ્વારા સન્માન
Next articleદેવળીયા ખાતે નેત્ર નિદાન કેમ્પમાં ૩૯૮ દર્દીઓની આંખોની સારવાર કરાઈ