અકી આબે અંધજન મંડળની મુલાકાત દરમિયાન ભાવવિભોર

1199
guj1582017-10.jpg

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાથે તેમનાં પત્ની અકી આબે પણ જોડાયા છે. અકી આબેએ આજે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લીધી હતી. આ સંસ્થામાં વિવિધ તાલીમ કેન્દ્રોની મુલાકાત લઇ તાલીમાર્થીઓ તથા તજજ્ઞો સાથે મળી આત્મિયતાથી વાત-ચીત કરી હતી. સંસ્થામાં ચાલતા વિશષે કરીને જે.એમ.એમ.ટી.ના કાર્યથી પણ  પ્રભાવિત થયાં હતા. તેઓના આગમન થતાં ભાઇઓએ સુમધુર બેન્ડની સુરાવલીથી તેમનું સ્વાગત કર્યું હતું તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. જાપાનની સૂકૂબા યુનિવર્સિટીમાંથી તાલીમબદ્ધ તજજ્ઞો દ્વારા જાપાન મેડિકલ મેન્યુઅલ થેરેપીની જાણકારી મેળવી હતી.  સંસ્થાના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાનીએ અકી આબેને સંસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી.  મુલાકાત દરમિયાન જાપાનના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘ સાથે રહ્યા હતાં.

Previous articleભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, પાણીમાં વાહનો તણાયા!
Next articleગુજરાતમાં મિની જાપાનનું સપનું આજે સાકાર થયું છે : PM મોદી