વસંતોત્સવમાં બાળકો માટે નવી એડવેન્ચર રમતો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

960
gandhi1922018-3.jpg

 માર્ગ પર પ્રકૃત્તિના ખોળે સંસ્કૃત્તિ કુંજમાં કમિશનર કચેરી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સંયુકત ઉપક્રમે તારીખ ૨૪મીથી વસંતોત્સવ શરૂ થાય છે. જે આ વર્ષે ૧૨ દિવસને બદલે ૧૫ દિવસ યોજાશે. અહીં ગત વર્ષ કરતાં થોડી જગ્યા અને સ્ટોલ પણ વધારવામાં આવ્યા છે.
નાગરિકોની સંખ્યા અને બાળકોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ વર્ષે નવુ આયોજન એડવેન્ચર રમતોનું કરાયું છે. પખવાડિયા સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની લોકકલા અને સંસ્કૃતિનું નિદર્શન જોવા મળશે. યુવક સેવા અને સાંસ્કૃત્તિક વિભાગના ખાસ ફરજ પરના અધિકારી એ વી વાઢેર જણાવ્યું હતું કે, આ વર્ષે સંસ્કૃતિ કુંજમાં નવી એડવેન્ચર રમતોનો ઉમેરો કરાયો છે. 
ગત વર્ષ કરતાં બાળકોના આનંદ પ્રમોદને ધ્યાને રાખીને વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પહેલા હવેલી પાસે સંસ્કૃતિ કુંજ પૂર્ણ થઇ જતાં માત્ર હવેલી જોઇને પાછું આવવું પડતું હતું. પરંતુ આ વર્ષે હવેલી પાસેની જગ્યા પર સ્ટોલની સાથે સાથે બાળકો માટે એડવેન્ચર રમતોમાં જીપ લાઇનીંગ, આર્ટીફિશિયલ વોલ, કમલીંગ તથા દેશી રમતોમાં લખોટી, ગીલ્લી ડંડો અને સત્તોલીયુ સહિતની આનંદ પ્રમોદની રમતો આકર્ષણનું કેન્દ્ર બનશે.
વસંતોત્સવમાં દેશના જુદા જુદા રાજ્યોના ૧૮ જેટલા કલાવૃંદો પોતાના પ્રદેશનું લોક નૃત્ય રજુ કરશે. જેમાં રાજસ્થાનનું કાલબેલિયા અને ભપંગ વાદન, મહારાષ્ટ્રનું ધનગરી ગજા અને લેજીમ, ગોવાનું દેખણી, પંજાબનું ભાંગડા, ઉતરપ્રદેશનું ડેડિયા નૃત્ય, નાગપુરનું બરેડી અને આદિવાસી નૃત્ય, આસામનું બીહુ, પુંગ ઢોલ, ચિલમ, કલકતાનું ગોટીપુઆ સહિતના નૃત્યો જોવા મળશે.