પાલીતાણમાં યોજાનાર આરોગ્ય કેમ્પ સંદર્ભે ડો.તોગડીયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠક

1859
bvn1352017-1.jpg

વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય નેતા ડો.પ્રવીણ તોગડિયા કે જેઓ દેશની પ્રજાના આરોગ્યની ચિંતા કરીને દેશભરમાં વિવિધ હોસ્પિટલોના ડોકટરો સાથે મળીને દર્દીઓને મફત નિદાન અને સારવાર મળી રહે તે બાબતે કટિબદ્ધ બની રહ્યા છે. જેના ભાગરૂપે પાલીતાણાના ૯૩ ગામોના લોકો માટે આગામી ૧૪ તારીખથી પ્રારંભ થનાર આરોગ્ય કેમ્પની જાહેરાત પ્રસંગે આજે ડો.પ્રવીણ તોગડિયા પાલીતાણા આવી પહોચ્યા હતા.
વિહિપના રાષ્ટ્રીય નેતા ડો.પ્રવીણ તોગડિયા આજે આરોગ્ય કેમ્પ અંગે જાણકારી આપવાના હેતુસર પાલીતાણા આવ્યા હતા. પ્રવીણ તોગડિયા દ્વારા થોડા સમય થી દેશની પ્રજાને મફત નિદાન અને સારવાર મળી રહે તે માટે તમામ જગ્યા ના વિવિધ ડોકટરો ની મુલાકાત લઇ તેને તેમના આ મિશન માં સામેલ કરીને પ્રજાની સેવા માટેના કાર્યમાં સામેલ કરે છે અને ત્યારબાદ સમયે વિવિધ આરોગ્ય કેમ્પ ગોઠવી લોકોને સારવાર ઉપલબ્ધ કરાવે છે. ત્યારે આજે પાલીતાણા ખાતે આવેલી એક ખાનગી હોટેલમાં આગામી ૧૪ તારીખથી નીલકંઠ હોસ્પીટલના સહયોગથી શરુ થનાર પાલીતાણા તાલુકાના ૯૩ ગામોના લોકો માટેના આરોગ્ય કેમ્પને લઈને એક મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં આમાંત્રિત લોકો હાજર રહ્યા હતા. જેમાં ડો.પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં ૪૫ કરોડ લોકો રોગી છે. કોઈ ને કોઈ ને નાની-મોટી બીમારી છે. ડાયાબીટીસ/કેન્સર જેવા રોગોના દર્દીઓમાં ખાસ્સો વધારો થયો છે. લોકો રૂપિયા અને સમયના અભાવે પોતાના શરીરનું ચેકઅપ કરાવતા નથી જેના કારણે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે .હાઇબ્રીડ ખોરાક ને લઇ ને શરીર પર તેની વિપરીત અસરો જોવા મળી રહી છે ત્યારે ખેતીમાં પણ દેશી ખાતર /ઓર્ગેનિક ખાતર નો ઉપયોગ વધારી સારી વસ્તુનું ઉત્પાદન કરી તેને ખોરાકમાં લેવામાં આવે તે જરૂરી છે અને તો જ રોગમાંથી મુક્તિ મેળવી શકીશુ તેમ જણાવેલ.

Previous articleપાલીતાણા ભાજપની કારોબારી મળી
Next articleસરહદ પર સૈનિકો સલામત નથી અને ગામડામાં ખેડૂતો સુખી નથી : તોગડીયા