ઢાંકા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કથા યોજાઈ

1283
guj2122018-1.jpg

બાબરીયવાડ પંથકમાં ઢાંક ગામે વરૂ કાઠી ક્ષત્રિય જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા ભવ્ય સત્નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજુલાના બાબરીયાવાડ પંથકમાં વર્ષોથી વરૂ, કાઠી ક્ષત્રિયોનું જબરૂ વર્ચસ્વ રહ્યું છે. સમાજ કુટુંબ, દેશ, પ્રાંત માટે કરેલા વિરતા પુર્ણ કાર્યો આજે પણ લોક મુખે ચર્ચાય છે. ત્યારે વરૂ, કાઠી ક્ષત્રિયોના ઐતિહાસિક ગામ ઢાંક ખાતે સમાજના નજુભાઈ વરૂ દ્વારા ભવ્ય સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાંપરાજભાઈ દ્વારા ઐતિહાસિક  સ્થાનના જીર્ણોધ્ધાર અર્થે રૂા. ર લાખ  જેવી રાશી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં દિલુભાઈ વરૂ, મનુભાઈ વરૂ, પ્રવિણભાઈ વરૂ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ તથા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleબરવાળા હાઈસ્કુલ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
Next articleરાજુલાના ભેરાઈ ગામે આહિર સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો