પાટનગરમાં પારો ઉંચે જતાં ગરમી અનુભવતા નાગરિકો

806
gandhi23-2-2018-2.jpg

પાટનગરમાં એક જ અઠવાડીયામાં મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડિગ્રી પહોંચી ગયો છે. જેની અસર શહેરજનોને ધીરે ધીરે થવા લાગી છે. બપોરના સમયે ગરમી લાગતાં અત્યારથીજ નાગરિકો ઠંડા પીણાનો આશરો લઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેતા રાત્રીના સમયે હળવી ઠંડી અનુભવાય છે. જ્યારે રાત્રીના સમયે પંખો ચાલુ કરીને આરામ કરવો પડી રહ્યો છે. હજુ તો શિયાળાની ઋતુ ચાલુ છે. ત્યારે ભરશિયાળામાં ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. મંગળવારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી નોંધાતાં ગરમીમાં વધારો થયો હતો. 
જિલ્લામાં માર્ચ-એપ્રિલમાં ખરેખર ગરમીનો અનુભવ થતો હોય છે. પરંતુ માર્ચ પહેલા જ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડીયામાં ગરમીનો પારો ૩૩ ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરના સમયે ગરમીનો અનુભવ નાગરિકોને થવા લાગ્યો છે. જેના કારણે ઠંડા પાણી, લીંબુ શરબત અને આઇસ્ક્રીમનો સહારો લઇ રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં મહત્તમ ૩૪.૬ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી નોધાયો હતો. જ્યારે સવારે ભેંજ ૪૯ ટકા અને સાંજે ૨૩ ટકા નોંધાયો હતો.