વ્યસની પતિના ત્રાસમાંથી પત્ની-બાળકોને ઉગારી ભયમુક્ત કરતી ૧૮૧ની ટીમ

743
bvn1782017-1.jpg

સિહોર લોકેશન પર ફરજ બજાવતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની કાઉન્સેલર ગામીત શિલ્પા તેમજ પાયલોટ પ્રકાશભાઈ દ્વારા દારૂડીયા પતિના ત્રાસથી બહેનને છુટકારો કરાવ્યો.
બહેનના પતિ દરરોજ દારૂ પીધેલી હાલતમાં તેમને શારીરિક-માનસિક સતામણી કરતા આજરોજ તેમના દારૂડિયા પતિએ બહેનને અને તેમના બાળકને ઘરમાં પુરી રાખેલ સંજોગો વસાહત બહેન પાસે તેમનો ફોન રહી ગયેલ. તેથી તેમણે ૧૮૧ને ફોન કરેલ અને પોતાની સમસ્યા જણાવેલ. બહેન બહાર નિકળવા માંગતા હતા પરંતુ તેઓ ડરી ગયેલ. ૧૮૧ને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બહેનને પતિના ચુંગલમાંથી છોડાવેલ અને બહેનની ઈચ્છા મુજબ તેમને તેમના ભાઈને સોપેલ તેથી તેમણે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ.

Previous articleટપાલના માધ્યમથી સ્વચ્છતા ઝુંબેશ
Next articleસિહોર બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર સામે યુવક કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા