પીપાવાવ પોર્ટ હવે આંતરરાષ્ટ્રીય તખ્તે પહોંચ્યું

1140
guj2522018-2.jpg

પીપાવાવ પોર્ટ એપીએમ ટર્નિમલ્સે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી પીપાવાવ કોસ્કો અને વાનવાઈ દ્વારા નવી ફાર ઈસ્ટ સર્વિસ સીએલ વનનો ઉમેરો કરી છેક મલેશીયાના પોર્ટ પેનાંગ સાથે સીધુ જોડાણ આપી ફાર ઈસ્ટ સેક્ટરના લાઈઝર વિકલ્પો ઉમેરાશે. પીપાવાવ પોર્ટ હવે આંતરરાષ્ટ્રીય તખ્તે પહોંચ્યું છે.
એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે કોસ્કો અને વાનહાઈ દ્વારા સંચાલિત નવી ફાર ઈસ્ટ સર્વિસ ઈહ-૧નો ઉમેરો કર્યો. સર્વિસ મલેશીયાના પોર્ટ પેનાંગ સાથે સીધુ જોડાણ આપશે અને ફાર ઈસ્ટ સેક્ટરના લાઈનર વિકલ્પો ઉમેરાશે. પીપાવાવ, ભારત-કોસ્કો અને વાનહાઈ દ્વારા સંચાલિત ફાર ઈસ્ટ સીઆઈ૧, સર્વિસના એમ.વી. જીનનાન્તોંગ ૧૩ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ઉમેરાયું હતું. સીઆઈ૧, સર્વિસ ભારતને વિશ્વના ચાવીરૂપ બજારો સાથે જોડે છે અને મલેશીયા સાથે સીધુ જોડાશે. તે ફારઈસ્ટ સેક્ટરના સતત વૃધ્ધિના માર્ગો અગ્રેસર બજારોને સેવા આપવા લાઈનર વિકલ્પો પણ ઉમેરાશે. પોર્ટ આ લાઈનને પીપાવાવ પેનીંગ, શાંઘાઈ, નિંગ્બો, શેકોઉ, નાન્શા, સીંગાપોર, ન્હાવાશેવા, પીપાવાવ છે. જહાજોના પ્રથમ કોલમાં એપીએમ ટર્મિનલ્સ પરથી મુખ્યત્વે પોલીસ્ટર, ફેબ્રીકસ, એલઈડી, ટ્યુબલાઈટ, એસ.એસ. પાઈપ, પીવીસી રેઝીન અને આટો સોલર સેલ્સ જેવી કોમોડીટીનું સંચાલન થયું હતું તથા એરંડીયાના બીજ, કાચુ કપાસ, વિનાઈલ સલ્ફર, ઈસ્ટર અને સીફડની મુખ્ય નિકાસ લોડેડ હતી. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવમાં મેનીજંગ ડાયરેક્ટર કોલ્ડ પેડરસનને કહ્યું હતું કે, અમે કાર્ગોના અસરકારક સંચાલન દ્વારા તેમની સીલાય ચેઈનને અસરકારક બનાવવા અમારા શીપીંગ લાઈનના ગ્રાહકો સાથે ગાઢપણે કામ કરે છે. નવી લાઈનથી એપીએમ ટર્મિનલ્સ પીપાવાવને મદદ મળશે અને પોર્ટના કોલ માટે ગ્રાહકોને વધુ સેવા આપશે.

પીપાવાવ દુનિયાનું સૌથી વધુ વિસ્તૃત બંદર
એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ શીપીંગ લાઈન્સ અને લેન્ડસાઈડ ગ્રાહકો સાથે ગાઢપણે કામ કરે છે જેથી ભારતમાં તેમનું નેટવર્ક અને સપ્લાય ચેઈનની કામગીરી સુધરે આ પોર્ટ ભારતમાં કન્ટેઈનર, જનરલ કાર્ગો, બલ્ક, લિક્વિડ અને રો-રો કાર્ગો માટે અગ્રણી ગેટ-વે છે. ગુજરાતના ગ્રાહકોને ગુજરાતના આદર્શ રોડ અને રેલ નેટવર્ક સાથે ભારતના અંતરીયાત અને ઉત્તર પશ્ચિમના વિસ્તાર માટે સેવા આપે છે. હાલ વાર્ષિક જનરલ કાર્ગો ક્ષમતામાં પ મીલીયન મેટ્રિક ટન ડ્રાય, બલ્ક, ર મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને અંદાજે રપ,૦૦૦ પેસેન્જર કાર તથા ૧.૩પ મીલીયન ટીઈયુ કન્ટેઈનર ક્ષમતા સામેલ છે. અીપેએમ ટર્મિનલ્સ પીપાવાવ ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી (પીપીપી) ભાગીદારીમાં રચાયેલું બંદર છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ, એપીએમ ટર્મિનલ્સ નેટવર્કનો ભાગ છે. જે દુનિયાનું સૌથી વધુ વિસ્તૃત બંદર અને સંકલિત અંતરીયાત સર્વિસ નેટવર્કમાના એકનું સંચાલન કરે છે. જે શીપીંગ લાઈન અને સાઈડ ગ્રાહકોને મદદ કરવા માટે વિશિષ્ઠ પોઝીશન ધરાવે છે જેથી તેનો વ્યવસાય વધે અને સપ્લય ચેઈનની કાર્યદક્ષમતા અનુકુળતા વધે તથા વિશ્વના બજારો સાથે સ્પર્ધા કરવા અને તેને મેળવવા માટે અતિ વિશ્વસનિય છે. કંપની વિશ્વમાં ૭૪ પોર્ટ અને ૧૦૦ ઈનલેન્ડ સર્વિસના નેટવર્ક મારફતે તેમની સંભવિતતા હાંસલ કરવા કાર્યકારી ઉત્કૃષ્ટતા અને સોલ્યુશન બિઝનેસ પ્રદાન કરવા રર,૦૦૦ વ્યવસાયિકોની ટીમ ધરાવે છે તેમ એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટના મેનેજીંગ ડીરેક્ટર કેલ્ડ પેડરસને જણાવ્યું હતું.

Previous articleદામનગર ખાતે ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફનું સન્માન
Next articleસંત કન્યાલાલની પાલખીયાત્રા