સર ટી. હોસ્પિટલમાં સફાઈ થતા લોકો વિસ્મયમાં

618
bvn252018-10.jpg

વિવાદો, અસુવિધાઓ તથા જવાબદાર તંત્રના અમાનવિય વર્તન માટે કુખ્યાત બનેલી સર ટી. હોસ્પિટલમાં યોગ્ય અને નિયમિત સાફસફાઈનો સદંતર અભાવ જોવા મળે છે. લોકો દ્વારા તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર આ બાબતે કોઈ દાદ ન દેતું હોય પરંતુ આજરોજ એકાએક હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓનો વિશાળ કાફલો તથા સાફસફાઈ અર્થે અદ્યતન સાધનો સાથે ટીમ દ્વારા સમગ્ર હોસ્પિટલમાં સઘન સફાઈ હાથ ધરતા લોકો આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા હતા. તંત્રને આવું ડહાપણ કેમ આવ્યું તે અંગેનો ખુલાસો હોસ્પિટલ સત્તાવાળાએ કર્યો ન હતો..!

Previous articleસંસ્કૃત સંમેલન યોજાયું…
Next articleરંગોત્સવના પર્વ અન્વયે બજારોમાં વેરાયટીઓનું આગમન