રંગોત્સવના પર્વ અન્વયે બજારોમાં વેરાયટીઓનું આગમન

750
bvn252018-3.jpg

હોળી- ધૂળેટી પર્વને લઈને બજારમાં પર્વ અનુરૂપ સામગ્રીનું આગમન થઈ ચુકયું છે. બાળકો, યુવાઓ રંગ પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ વસ્તુઓની ખરીદી શરૂ કરી છે.
ફાગણ સુદ ચૌદસ- પુનમ એટલે હોળી ધુળેટી આ રંગોત્સવ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરની મુખ્ય બજાર સહિતની બજારોમાં અનેક પ્રકારની પિચકારીઓ, કલર્સ, બલુન્સ, તથા પર્વ અનુરૂપ ખાદ્ય પદાર્થોનું વેચાણ હાલમાં થઈ રહ્યું છે. બાળકો અને યુવાઓનું માનીતુ પર્વ ધુળેટીની ઉઝવણી પુર્વે અનેક પ્રકારના કલર્સ, તથા અન્ય ચીજવસ્તુઓ વેચાણ અર્થે માર્કેટમાં જોવા મળી રહી છે. દર વર્ષે અનેક પ્રકારની આકર્ષક વેરાયટીઓ જોવા મળે છે તદ્દ અનુસાર આ વર્ષે પણ અવનવી પિકારીઓ ફુગ્ગાઓનો ખજાનો આવ્યો છે.બેટરીથી ચાલતી અને કલર સાથે સંગીતના સુર છેડતી પિકારીઓ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. માત્ર એટલુ જ નહીં પરંતુ ગ્‌્રીષ્મને વધાવવા અનેક પ્રકારની વાજાઓ  અને શરબત પણ વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. 

Previous articleસર ટી. હોસ્પિટલમાં સફાઈ થતા લોકો વિસ્મયમાં
Next articleચોરાઉ સ્કુટર સાથે મોતી તળાવના શખ્સને ઝડપી લેતી એસઓજી