આદિવાડા વિસ્તારમાંથી રીક્ષા ચોરનાર બે ઝડપાયા

824
gandhi21122017-10.jpg

આદિવાડાવિસ્તારમાંથી રીક્ષા ચોરીનાં બનાવમાં એસઓજી દ્વારા બે શખ્સોની ધરપકડ કરી કરી છે. એસઓજી સુત્રોનાં જણાવ્યાનુંસાર સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીનો ગુનો નોંધાયો હતો. 
મંગળવારે સવારે એસઓજી પીએસઆઇ બી એમ પટેલ તથા જે આર કલોતરા તેમની ટીમનાં જવાનો ગૌતમભાઇ, કલ્પેશ કુમાર, લાલુમિયા સહિતનાં સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે રીક્ષા ચોરીનાં બનાવમાં ફરાર દિનેશજી કેશાજી ઠાકોર (રહે સોનીપુર, સરપંચનાં બોરકુવા પર) તથા ઇન્દ્ર ઉર્ફે મુન્નો નાનજીભાઇ દંતાણી (રહે રૂપાલ, વરદાયીની માતાનાં મંદિર પાસે) ઘ-૬ સર્કલે હોવાની બાતમી મળી હતી. એસઓજી ટીમે વોચ ગોઠવીને બંનેને ઝડપી લીધા હતા. 

Previous articleકોંગ્રેસે ઈવીએમ અંગેની ૩૯ ફરિયાદો ચૂંટણીપંચને કરી
Next articleદહેગામ ખાતે રોટરી કલબ દ્વારા માનસિક રોગનો કેમ્પ યોજાયો