જાફરાબાદના મીતીયાળા ગામે લોક દરબાર યોજાયો

936
guj2822018-2.jpg

જાફરાબાદના મીતીયાળા ગામે જિલ્લા કલેકટર અમરાણીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. જેમાં જાફરાબાદ મામલતદાર ચોહાણ, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, તાલુકા શિક્ષણ અધીકારી વાઢેર, નાયબ મામલતદાર કુંબાવત તેમજ ડેપ્યુટી કલેકટર ડાભીની જહેમતથી ગામના જાગૃત નાગરિક ચંદુભાઈ દ્વારા મહિલા સરપંચ જેઠી બહેન ભગવાનભાઈ બાંભણીયા અને ઉપસરપંચ સહિત ગામના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી લોક દરબારના અધ્યક્ષ અમરાણી, જિલલા કલેકટરની સુચના મુજબ રાષ્ટ્રીય ઈન્દીરા વૃધ્ધ પેન્શન યોજનાના ૧૧ લાભાર્થીઓને શોધી સ્થળ પર તેનું પેન્શન કાર્યવાહી કરૂ કરી પ્રશ્નનો  ઉકેલ લવાયો તેમજ ખાસ નોંધનીય બાબત એ છે કે મીતીયાળા ગામને પાયમાલ કરનાર જીએચસીએલ કંપનીનું મીઠુ પકવવા લીઝ પુરી થઈ ગઈ હોય અને હવે તેની લીઝ પુરી પણ  થઈ ગયેલ હોય ગામના તળ ખારૂ પાણી ધુસી જતા ગામ લોકો ત્રાહીમામ થઈ ગયા છે. શ્વાસ, દમત, પથ્થરીના દર્દીઓનો વધારો થઈ ગયો છે. અને વાડી વિસ્તારના ખેડુતોની જમીન ખારાશ ભળી જવાથી ફેલ થઈ ગઈ છે માટે હવે તેને ફરીવાર જીએચસીએલને લીઝના મંજુર કરી ગામની જમીન ગામને પરત આપવા બાબતે કરી લોક દરબારમાં ધારદાર રજુઆત અને ગ્રામ લોકો દ્વારા મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી ઘા નંખાશે અને નરેન્દ્રભાઈ મોદીને આવેદન પત્ર અપાશે. તેમજ વાડી વિસ્તારમાં પ્રાથમિક શાળા બનાવવા મંજુરી આપવી તેમજ વાડી વિસ્તારમાં જયોતિ ગ્રામ લાઈટ બાબતેત ેમજ ર૦૦૭માં ગામમાં ખારા પાણી ન ધુસે માટે બંધારાની માંગ કરેલ જે ર૦૦૯માં બંધારો મંજુર થયેલ પણ કોણે રોડ નાખ્યા કે અધીકારીઓની બેદરકારીથી બંધારો મંજુર થયેલની કોઈ કાર્યવાહી આજ દિન સુધી ન થઈ તેવો બીજો મુદ્દો ખેડૂતોની જમીન માપણી જ લીગલી થઈ નથી આવ્યા હતાં. તે લોકો પણ લોલમ લોલ કરી ખોટા નંબરો લખી ચાલ્યા ગયા તે ફરીવાર રીસર્વે માપણી થાય તેવા ખાસ ખાસ મુદ્દાઓ સરપંચ દ્વારા તેનાવતી ગામ આગેવાનો ચંદુભાઈ તરફથી મુકવામાં આવ્યો જેનો ઉકેલ ટુંક સમયમાં જ લવાશે તેમ અત્યારે આશ્વાસન અપાયું.