માણસાના ભાજપમાં જોડાયેલા સભ્યોને ગેરલાયક ઠરાવવા નામ. નિર્દેશ અધિકારીને અરજી

875
gandhi1892017-4.jpg

ભાજપમાં જોડાયેલા માણસા કોંગીના સભ્યોને ગેરલાયક ઠરાવવા નામ. નિર્દેશ અધિકારીને માણસા વિધાનસભા બેઠકનાં ધારાસભ્યએ કોંગ્રેસ તથા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ શાસીત માણસા તાલુકા પંચાયતનાં પ્રમુખ સહિત ૧૦ કોંગ્રેસી સદસ્યો તા ૨૭મી ઓગષ્ટનાં રોજ ભાજપમાં જોડાઇ ગયા હતા અને કોંગ્રેસ પક્ષને રાજીનામાં મોકલી દીધા હતા. ત્યારે કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતીનાં ચેરમેન દ્વારા રાજીનામા મંજુર કરી આ સભ્યો સામે મે. નામ, નિર્દેશ અધિકારી સમક્ષ પક્ષ તરફથી ગેરલાયક ઠરાવવા અપીલ કરવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલાની અલગ પડેલી છાવણીમાં બાપુને પડખે રહેલા ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા છુટ્ટા કરવામાં આવ્યા હતા. જેમાં માણસાનાં ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીને કોંગ્રેસમાંથી છુટ્ટા કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ અને ભાજપમાં જોડાયા હતા. તા ૨૯મીનાં રોજ મુખ્યમંત્રી સહિતનાં નેતાઓએ તેમને ભાજપમાં આવકાર્યા હતા. પરંતુ તેનાં બે દિવસ પહેલા જ માણસા તાલુકા પંચાયતનાં પ્રમુખ જગતસિંહ મનુસિંહ બિહોલા સહિતનાં ૧૦ સદસ્યો ડાકોર મુખ્યમંત્રીની કાર્યક્રમમાં દોડી જઇને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ ગયા હતા. જેનાં કારણે કોંગ્રેસ શાસીત તાલુકા પંચાયતમાં ભાજપની સદસ્યોની સંખ્યા ૬થી વધીને ૧૬ થઇ ગઇ હતી અને બહુમતીમાં આવી ગઇ હતી.
સદસ્યોએ કોંગ્રેસ પર વિવિધ આક્ષેપો સાથે રાજીનામાં મોકલી આવ્યા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતીનાં ચેરમેન બાલુભાઇ પટેલને રાજીનામા મંજુર કરવાનો નિર્દેશ કર્યો છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડો મનિષ દોશીનાં જણાવ્યાનુંસાર તાલુકા પંચાયતનાં આ સદસ્યોનાં રાજીનામાં મંજુર કરવા સાથે સાથે આ સદસ્યોને ગેરકાયક ઠરાવવા માટે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગરમાં મે. નામ. નિર્દેશ અધિકારીને અપીલ કરાઈ છે.