શસ્ત્ર મુકીને શાસ્ત્રની લગામ પકડતો પ્રત્યેક માનવી પૂજનીય છે : મુખ્ય મંત્રી 

858
gandhi5-3-2018-4.jpg

ધાર્મિક રાજનેતા તરીકેની પોતાની છબિ વધુ ઉજ્જવળ કરતાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે સંત લાલબાપુના ૨૧ માસના એકાંતવાસના અનુષ્ઠાનના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ભવિકગણને સંબોધતા મુખ્ય મંત્રીશ્રીએ તેમના ઉરનો આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે શસ્ત્ર મુકીને શાસ્ત્રનો સાથ પકડતો કોઇપણ માનવી પૂજનીય છે. સંતો અને શુરાની ભૂમિ ગણાતો સૌરાષ્ટ્ર પ્રદેશ આવા સંતોના ભક્તિ કાર્યથી આજે વધુ દૈદિપ્યમાન અને ઉજજવળ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની જનતાના કલ્યાણ માટે મુખ્ય મંત્રીએ ઉપસ્થિતોને એવો પડકાર ઝીલવા સમર્થ બનવા અનુરોધ કર્યો હતો કે ધર્મની સંકૂચિત વ્યાખ્યા વિશાળ બનાવીને તેમાં પ્રેમ-નીતિ-સત્યનું ઉમેરણ કરવું જોઇએ જેના થકી રાજયનો પ્રત્યકે માનવી આધ્યાત્મિક ઉંચાઇ સર કરી શકે. ગઘેથડના લાલબાુની મોબાઇલ અને ઠાઠ વગરના સંત તરીકેની મુખ્ય મંત્રીશ્રીએ આપેલી ઓળખાણને ઉપસ્થિત જનતાએ ભાવપૂર્વક વધાવી લીધી હતી ત્યારે સમગ્ર રાજયને ગાંધી અને ગુજરાતના વારસદાર તરીકે વ્યસન મૂક્ત કરવા માટે રાજય સરકારે લીધેલા પગલાંની મુખ્ય મંત્રીશ્રીએ સિલસીલાબંધ વિગતો ટાંકી હતી. અને તમામ ભકતોને વ્યસન મુકત બનવા અનુરોધ કર્યો હતો.   જીવ  ત્યાં શિવ, વ્યક્તિથી સમષ્ટિ, અને આત્માથી પરમાત્મા સુધીના કલ્યાણને વરેલી રાજય સરકારે પ્રવિત્ર યાત્રાધામોના વિકાસ પ્રત્યેની આયોજનભરી નીતિનો મુખ્ય મંત્રીએ સદ્રષ્ટાંત ઉલ્લેખ કર્યો હતો. અને સૌરાષ્ટ્રના નાગરિકોને ધર્મ તથા વિકાસના રાહ પર અગ્રેસર થવા શૂભકામના પાઠવી હતી. મુખ્ય મંત્રીએ આ તબક્કે પુરાણ પ્રસિધ્ધ ઋષિ મુનીઓની પરંપરા દાખલા ટાંકીને તેમના આધ્યાત્મિક જ્ઞાનનો સુપેરે પરિચય પુરો પાડયો હતો. ગાયત્રી આશ્રમનાં લાલબાપૂએ ૨૧ માસના એકાંતવાસ અનુષ્ઠાન પૂર્ણ કર્યા બાદ સાધના કુટીરમાંથી  બહાર પધારી ઉપસ્થિત ભાવિકજનોને મા ગાયત્રીમાતા સર્વ ભકતજનોનું કલ્યાણ કરે અને સુખશાંતી પ્રાપ્ત થાય તેવા આશિર્વચન પાઠવ્યાં હતા.  પૂ. લાલાબાપૂએ એકાંત વાસનો ઉદેશ જણાવતાં કહયું હતું કે ૫૨૧ કુંડી યજ્ઞ કર્યો તે દરમિયાન જાણ્યે અજાણ્યે અનેક જીવજંતુઓના મૃત્યુ થયા હોય તેના મોક્ષાર્થે તેમજ દાતાઓએ અર્પણ કરેલું દાનનું ઋણ ચુકવવા માટે અને સર્વજન કલ્યાણ અર્થે અનુષ્ઠાન પર ઉતરી તેમનું  ઋણ ચૂકવવાનો નાનકડો પ્રયાસ કરેલો છે. બાપુએ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિકજનોને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું જોઇએ અને ધર્મનું આચરણ કરવું જોઇએ એ જ દરેક વ્યક્તિનો સાચો નાગરિક ધર્મ છે.  સમારોહમાં લાલબાપુએ વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકારે વેણું ડેમ-૨ ખાતે માછીમારી પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકેલ છે. તે બદલ સમગ્ર રાજય સરકાર અભિનંદનીય છે.   રાજયનાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ ઉપલેટા તાલુકાનાં ગાયત્રી આશ્રમ ખાતે ગાયત્રી આશ્રમ સેવા સમિતિ આયોજિત ધર્મોત્સવ ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રીની સાથે રાજયનાં મંત્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહયા હતાં.  ધર્મસભામાં રાજયનાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, પૂજય લાલબાપૂ તથા ઉપસ્થિત મહાનુભાવોનુ સમાજનાં શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ તથા સંસ્થાનાં હોદેદારો દ્વારા મોમેન્ટો અર્પણ કરી ખુબ જ ગૌરવપુર્ણ સન્માન કરવામાં આવ્યુ હતું.
સમારોહમાં  ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, ગીતાબા જાડેજા, લલીતભાઇ વસોયા  પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા અને હરિભાઇ પટેલ, રાજકોટ ડેરીના ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, કલેકટર ડો. વિક્રાંત પાંડે, રાજકોટ ગ્રામ્યના પોલિસ અધિક્ષક  અંતરિપ સુદ, અગ્રણીઓ નીતિન ભારદ્વાજ, ભાનુભાઇ મહેતા, અંજલીબેન રૂપાણી જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા, પ્રાંત અધિકારી તુષાર જોષી, વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો અને મહંતો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહયા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચનમાં દિલિપભાઇ રાડીયાએ શ્રી ગાયત્રી આશ્રમની સેવાકિય પ્રવૃતિ અને ધર્મોત્સવનાં આયોજનની અંગેની માહિતી પુરી પાડી હતી જયારે આભારવિધિ નીલેષભાઇ ગોધાણીએ કરી હતી.

Previous articleસરકાર પાંચમીથી એક લાખ ટન મગફળી ખરીદશે : મુખ્ય સચિવ
Next article પ્રથમ ચરણનો ૬.૫ કિ.મી.નો મેટ્રોરૂટ આવતા વર્ષે વિના વિલંબે શરૂ થશેઃ નીતિન પટેલ