સિદ્ધાર્થ લો કોલેજમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ (હેડર) ગાંધીનગર સેક્ટર ૧૬માં આવેલી સિંદ્ધાર્થ લો કોલેજમાં ગતરોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. આ દરમિયાન કોલેજની વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. એલ.એલ.બી સેમેસ્ટર-૬ની વિદ્યાર્થીનીઓએ ૮ માર્ચની પ્રતિકૃતિમાં ઉભા રહીને મહિલા દિનની પ્રતિકૃતિ રચી હતી.
આ દરમિયાન કોલેજની મહિલા પ્રાધ્યાપકો પણ સામેલ થઈ હતી. જ્યારે, કોલેજના પ્રિન્સીપાલ દિલીપ મેવાડાએ મહિલાદિનની શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત થર્ડ યરના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો.