રજવાડી મજરલોડ બંધુક સાથે નાની પાણીયાળીનો શખ્સ જબ્બે

1192
bvn1032018-6.jpg

પાલીતાણાના નાની પાણીયાળી ગામ ખારા ડેમની વણજારાની વાડીમાં રહેતા શખ્સને એસઓજી ટીમના સોહીલભાઈ ચોકીયાની બાતમી આધારે શખ્સને રજવાડી મજરલોડ બંધુક સાથે ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી. શાખાના સ્ટાફ ના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઇ ચોકિયાને મળેલ ખાનગી હકિકત આધારે પાલીતાણા તાબેના નાની પાણીયાળી ગામ ખારા ડેમની સામે વણજારાની વાડીમાં રહેતા હરેશભાઇ ઉર્ફે આદી કરણભાઇ રાઠોડને એક દેશી બનાવટની રજવાડી મજરલોડ બંદુક સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને આરોપી વિરૂધ્ધમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના આસી.સબ ઇન્સ. જી.પી.જાની, હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, અતુલભાઇ ચુડાસમા, હરેશભાઇ મેહુરભાઇ, નિતીનભાઇ ખટાણા તથા મહિપાલસિંહ ગોહીલ જોડાયા હતા.