મહિલા દિન નિમિત્તે શ્રેષ્ઠ નાગરિક, નારી રત્ન એવોર્ડનો કાર્યક્રમ યોજાયો

766
bvn1032018-9.jpg

૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જાગૃતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સિલ્વર બેલ્સના અમર જયોતી મેડમના સહયોગથી શ્રેષ્ઠ નાગરિક અને નારી રત્ન એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યશવંતરાય નાટયગૃહ ખાતે શાળા, મંદબુધ્ધી શાળા,  સિલ્વર બેલ્સ શાળા સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે સિલ્વર બેલ્સ સ્કુલના અમર જયોતી મેડમ, ડો. અરૂણાબેન બકીન પારેખ, રીનાબેન જૈન  કાળા સહિતમાં મોટી સંખ્યામાં આમંત્રીત મહેમાનો તેમજ સંસ્થાના જાગૃતીબેનના હસ્તે શ્રેષ્ઠ નાગરિકો અને નારીરતનોને એવોર્ડ એનાયત કર્યા હતાં. તેમજ શ્રમજીવી મહિલાઓ,કુલી બહેનોના હસ્તે કેક કપાવી, ટીફીન સહિતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ ક્ષેત્રના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.