નાળીયેરી રેસા તાલીમ વર્ગની બહેનોને સ્ટાઈપેન્ડ વીતરણ કરેલ

813
bhav1532018-3.jpg

સરદાર યુવા મંડળ ભાવનગરના આયોજનથી અને ગુજરાત માટી કામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગરના સહયોગથી ભાવનગર શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં નાળીયેરી રેસા તાલીમ વર્ગનું આયોજન કરેલ આ વર્ગની તાલીમાર્થી બહેનોને તા.૧૩-૩-૧૮ના રોજ ચીત્રા મસ્તરામ બાપાના આશ્રમ ખાતે સ્ટાઈપેન્ડ વીતરણ કાર્યક્રમ શહેર ભાજપ મહામંત્રી મહેશભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમા રામદેવસીંહ ગોહિલ, રફીકભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના ભરત મોણપરા શાંતીભાઈ ગોપાણી, સંગીતાબેન ગોપાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous article વરતેજમાંથી ઈંગ્લીશ દારૂની ૪રપ પેટી ભરેલો ટ્રક ઝડપાયો
Next article યુનિ. દ્વારા સેમ.ર-૪ના પરીક્ષા ફોર્મ ભરવા ૧૦ દિવસ વધારવા એબીવીપી દ્વારા માંગણી