વરતેજ જીઆઈડીસીના પ્લોટના કમ્પાઉન્ડમાં આગ

598
bvn2432018-11.jpg

વરતેજ જીઆઈડીસીમાં આવેલ પ્લોટના કમ્પાઉન્ડમાં રાખેલ પ્લાસ્ટીક વેસ્ટમાં આગનો બનાવ બનતા ફાયર સ્ટાફ દોડી જઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, વરતેજ જીઆઈડીસીમાં પ્લોટ નં.૩૦૧/ર૪ ધરાવતા શહીભાઈ સૈયદનું ખુશ્બુ ઓઈલ ડેપોનું ગોડાઉન છે. ગોડાઉનના કમ્પાઉન્ડમાં અમીભાઈ પંડયાએ પ્લાસ્ટીક વેસ્ટનો જથ્થો રાખ્યો હતો. જેમાં સવારના સમયે આગનો બનાવ બનવા પામ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

Previous article શહિદ વંદના-લોકડાયરો યોજાયો
Next article વેસ્ટ પાણીનો નિકાલ પ્રજા માટે શિરદર્દ સમી વેદના..!