રાજુલા ખાતે આજે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર સાવરકુંડલાના ધારાસ્ભ્ય પ્રતાપભાઈ દુધાત સહિત ૩ ધારાસભ્યોને વિધાનસભામાંથી ત્રણ વર્ષ માટેનું સસ્પેન્શન રદ થતા કોંગ્રેસ આગેવાનો બાબભાઈ રામ સહિત એનએસયુઆઈની ટીમ દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. રાજુલા ખાતે આજે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તેમજ સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાને વિધાનસભામાંથી સસ્પેન્સ ત્રણ વર્ષ માટે કરેલથી કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી અને આજે ત્રણેય ધારાસભ્યોનું ત્રણ વર્ષનું સસ્પેસન પાછું ખેંચાતા રાજુલા ખાતે કોંગ્રેસના બાબુભાઈ રામ, બાબુભાઈ જળોધરા, કનુભાઈ ધાખડા, ભરતભાઈ સાવલીયા, ઘનશ્યામભાઈ લાખણોત્રા કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ જાલોધરા, નારણભાઈ જયેશભાઈ દવે, ટપભાઈ ભેરાઈ તેમજ મુસ્લિમ બિરાદશે તેમજ નિરવ ભટ્ટ અને એનએસયુઆઈના તમામ હોદ્દેદારો સાથે માર્કેટીંગ યાર્ડ પાસે ઢોલ નગરા અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.