ઘોઘા ખાતે જિલ્લા પંચાયત તમારે દ્વારે કાર્યક્રમ યોજાયો

1263
bvn2092017-5.jpg

ઘોઘા ગામે આવેલ ઈંગ્લીશ સ્કુલ ખાતે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત તમારે દ્વારે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિ.પં. સીટ તળે આવતા નામોના લોકોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિ.પં.ના નીતાબેન રાઠોડ, પદુભા ગોહિલ, સુરજીતસિંહ ગોહિલ, ઘોઘા તા.પં. પ્રમુખ જીજ્ઞાબા ગોહિલ, ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ, વિરભદ્રસિંહ ગોહિલ, મામલતદાર તથા ટીડીઓ સહિતનો અધિકારીગણ ઉપસ્થિત રહ્યો હતો.