શહેરના સંસ્કાર મંડળ ખાતે આવેલ ખાંડિયા કુવા ખોડીયાર મંદિરે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટીસંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ રહ્યાં છે. તા.૪ને બુધવારે કથાનું સમાપન થશે. જ્યારે ૮મીને રવિવારે ૧૦૮ કુંડી શત્ચંડી મહાયજ્ઞ કરવામાં આવશે.



















