વિદેશી યુવક-યુવતીનો ટોઇલેટ ફંડિગ માટે રિક્ષા પ્રવાસ

895
guj912018-5.jpg

જેસલમેરથી કોચીન ખાસ રંગથી શણગારેલી ઓટો રિક્ષામાં જતા સ્કોટ બ્રિલ્સ અને એના કોમર આજે વાપીમાં આવ્યાં છે. રિક્ષામાં નિકળેલા આ વિદેશી યુવકયુવતી ભારત દેશમાં ગરીબ પરિવારોને ટોયલેટની તેમજ અન્ય સુવિધાઓ મળી રહે તે માટે ફંડ એકઠું કરવા નીકળ્યાં છે. અને તે માટે તેમણે રિક્ષામાં ફરવાનું અને દાતાઓ પાસેથી દાનપેટે રકમ લેવાનો નવતર આઇડીયા અજમાવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં જરુરતમંદોને મદદ કરતી અને પગભર કરતી રોટરી ક્લબ દ્વારા વર્ષ ૨૦૦૭થી ભારતમાં ગરીબ પરિવારો માટે ખાસ થીમ પર દાતાઓ પાસેથી આર્થિક મદદ માંગવામાં આવે છે. અને તે જરુરિયાત મંદ પરિવારોને પુરી પાડી તેમને મદદ કરે છે. જેના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી આ સંસ્થાએ ભારતમાં તમામ પરિવારોને શૌચાલયની સુવિધા મળે તે માટે રકમ એકઠી કરવાનું બીડુ ઝડપ્યુ છે આ પ્રયાસના ભાગરૂપે ૨જી જાન્યુઆરીએ જેસલમેરથી કોચીન સુધી ૭૮ રિક્ષામાં ૧૬૦ યુવક યુવતીઓ ફન્ડ એકઠુ કરવા નિકળ્યા છે. જેમા ન્યુયોર્કની એના કોમર અને ડેટ્રોઇટના સ્કોટ બ્રિલ્સની જોડી વાપીમા ફન્ડ માટે આવી છે પોતાના આ પ્રવાસ વિશે આ બન્નેએ જણાવ્યું હતુ કે તેઓ રોટરી સંસ્થા સાથે જોડાયા છે. અને ચેરીટી માટે કામ કરે છે. આ રીતે રિક્ષામાં ફરી જેસલમેરથી કોચીન જશે જે દરમ્યાન રસ્તામાં આવતા રુટ પર ચેરીટી માટે ફન્ડ એકઠુ કરે છે. અને તે ફન્ડ થકી ભારતમાં ટોયલેટની જરુરતમંદોને ટોયલેટની સુવિધા પુરી પાડવામાં આવશે તેમજ સાથે સાથે અન્ય જરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવશે. તેમના માટે આ સફરે અનેક રીતે નવુ જાણવાની અને નવા નવા લોકોને મળવાની તક પુરી પાડી છે.જરુરતમંદો મદદ કરી આત્મસંતોષની લાગણી થાય છે
તેમના આ રિક્ષાના નવતર પ્રયોગ વિશે તેમણે જણાવ્યું હતુ કે જેસલમેરમાં આ રિક્ષાને ખાસ ડીઝાઇનથી તૈયાર કરી છે અમે આવી ૭૮ રિક્ષામાં કુલ ૧૬૦ યુવાનો નિકળ્યા છીએ જે તમામનો રૂટ અલગ છે પરંતુ નિર્ધારિત સ્થળ એક જ કોચીન છે. રોજના અમે ૨૫૦ થી ૩૦૦ કિલોમીટરનું અંતર કાપીએ છીએ રસ્તામાં લોકો અમને જુએ છે અને અચરજ સાથે મળે છે તેમા પણ એના એક સ્ત્રી છે અને તે જ મોટાભાગે રિક્ષા ચલાવતી હોવાથી માર્ગમાં તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

Previous articleદિહોરમાં યુવાનનો હત્યારો શિક્ષક ઝડપાયો
Next article૧૪૨૩ ગ્રામ પંચાયોતની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર