શહેરના ખારગેટ વિસ્તારમાં લાઠીયાના ડેલામાં આવેલ મકાન સવારના સમયે તુટી પડતા મકાનમાં રહેલી મહિલાનું મોત નિપજયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ખારગેટ વિસ્તારમાં લાઠીયાના ડેલમાં મકાન પડ્યાની અને ઈજાઓ પહોંચ્યાની જાણ થતા ૧૦૮ સેવા બનાવ સ્થળે દોડી ગઈ હતી જેમાં એક લક્ષ્મીબેન રાણાભાઈ ગઢવી નામની મહિલાનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે ગંગાજળીયા પોલીસમાં મૃતકના પરિવારજનોએ કશુ નોંધ કરાવી ન હોવાનું પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું. મકાન પડ્યાના બનાવમાં અને મહિલાનું મોતથી આજુ-બાજુમાં રહેતા રહીશોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી.