ભંડારિયામાં યોજાશે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો પ્રથમ પાટોત્સવ

643
bvn642018-1.jpg

ભંડારિયામાં ધાવડીમાતાના સાનિધ્યમાં ગત વર્ષે સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન થયેલ.આ ઐતિહાસિક ધર્મોત્સવને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે તેની ઉજવણી માટે ગ્રામજનો અને ભાવિક ભક્તજનોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ધાવડીમાતા મંદીર-મેલકડી ખાતે તા.૨૨ એપ્રિલને રવિવારે સહસ્ત્રચંડી મહાયજ્ઞના પ્રથમ પાટોત્સવની ઉજવણી થશે. આ સંદર્ભે આયોજનો અને તૈયારીઓ હાથ ધરાઈ છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યો સાથે ડાકડમરૂ-માતાજીની આરાધના, મહાપ્રસાદ વિગેરે યોજાશે. પાટોત્સવ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ધારણા છે. જે માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

Previous articleઅંકેવાળીયા ખાતે ક્ષયરોગ જન જાગૃતિ
Next articleઆરાધના ટ્રસ્ટ દ્વારા કવિ કલાપી એવોર્ડ સમારોહ