સિહોર ખાતે પ્રાથમિક સમસ્યા અને વિવિધ યોજનાની મજાક ઉડાવવા ઉપરાંત વિકાસની વાતો કરતી સરકારમાં વિકાસ ગાંડો થયોના પોસ્ટરો લાગતા ચક્ચાર મચી જવા પામી છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે ભાવનગરમાં લાગેલા વિકાસ ગાંડો થયોના પોસ્ટરો બાદ સિહોરમાં લાગતા હવે રાજકારણ રઘવાયું બન્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.



















